we



સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનું સોગંદનામુઃ નરેંદ્ર મોદીને બદનામ કરવા કોંગ્રેસે તિસ્તા શેતલવાડને પૈસા આપ્યા હતા..!

 ગોધરાકાંડ પછીના કોમી રમખાણ બાદ ગુજરાત સરકારને અસ્થિર અને નરેંદ્ર મોદીને બદનામ કરવા કોંગ્રેસે તિસ્તા શેતલવાડને નાણા આપ્યા હતા : સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનું સોગંદનામુ

ગોધરાકાંડ પછી ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોના કેસમાં બનાવટી પુરાવા ઉભા કરવા અને ષડયંત્ર કરવા જેવાં આરોપ અંગે તપાસ કરી રહેલ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે ધડાકો થયો છે. ગુજરાત સરકારે સોગંદનામામાં જણાવાયું છે કે સામાજિક કાર્યકર તિસ્તા શેતલવાડ, રાજયનાં નિવૃત ડીજીપી આર.બી.કુમાર તથા પુર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા રાજયના અધિકારીઓને ફસાવવા માટે જે સોગંદનામા ઉભા કર્યા હતા, અને તેના માટે મૂળ ભરૂચના અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલ પાસેથી રૂા.30 લાખ લીધાં તાં. આ પૈસાનો ઉપયોગ કરી કોંગ્રેસના ઈશારે શેતલવાડે તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરવા તથા રાજય સરકાર સામે કાર્યવાહી થાય તેવા પ્રયત્ન કર્યા હતા.

સોગંદનામામાં જણાવાયું હતું કે શેતલવાડે આ કાવતરાના ભાગરૂપે શરુઆતથી ગોધરા ટ્રેન કાંડના થોડા દિવસમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ અમદાવાદના શાહીબાગના સર્કીટ હાઉસમાં બંને મળ્યા હતાએડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે SIT નું સોગંદનામું રેકોર્ડ પર લીધું હતું અને સેતલવાડની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખી છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલ પર લાગેલા આરોપોને નકારે છે. જે વ્યક્તિ આ દુનિયામાં નથી અને અસત્યનું ખંડન ન કરી શકે એવા લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો બીજી તરફ ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, હમદ પટેલ એ સમયે સોનિયા ગાધીના સચિવ હતા. અહમદ પટેલ માત્ર એક નામ છે, અસલ તો સોનિયા ગાંધીનું કામ છે. સંબિત પાત્રાએ ઉમેર્યું કે, તિસ્તાના કામથી ખુશ થઈ સોનિયા ગાંદીએ તેણીને ૨૦૦૭ માં પદ્મશ્રી આપ્યો હતો. તિસ્તા માનવતા માટે કામ નહોતી કરતી. તિસ્તાને રાજ્યસભાની સીટ જોઈતી હતી.

 

No comments