we



ગુજરાતની દારૂબંધીઃ કીડીને કોશનો ડામ ને મગરમ્ચ્છોને લીલા-લ્હેર..!

         દારૂબંધીની વાત કરનાર ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપાનું શાસન હોય અને તેનાં જ જિલ્લા પ્રમુખ ચિક્કાર પિધેલી હાલતમાં જાહેરમાં દેખાય. લથડીયા ખાતા સરકારી કાર્યક્રમમાં પહોંચે. મહિલા મંત્રીની પાવી ણછાજતુ વર્તન કરે, ત્યારે દારૂબંધી કાગળ પર હોવની વાત સત્ય સાબિત થાય. ત્યારે સવાલ એ પણ ઉઠે કે રાજ્યમંત્રી હાજર હતાં એટલે સ્વાભાવિક રીતે પોલીસ પણ ત્યાં હાજર હશે. પોલીસે લથડીયા ખાતા આ મહાનુભાવની ધરપકડ કેમ ના કરી..? આ ભાજપી મહાનુભાવના સ્થાને કોઈ અન્ય પક્ષનો નેતા હોત તો..? કોઈ સામાન્ય નાગરિક હોત તો..?

દ્રૌપદી મુર્મુ પ્રથમ આદિવાસી મહિલા તરીકે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યાના હરખ હેઠળ પ્રસંગને વધાવવા છોટાઉદેપુરના ઝોઝ ગામે આયિજિત કાર્યક્રમ છોટાઉદેપુરના પ્રભારી અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભાજપાના જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા પણ હતા. નશામાં ધૂત રશ્મિકાંત વસાવા અન્ય આગેવાનના સહારે સ્ટેજ પર અને તે પણ મંત્રી નિમિષા સુથારની બાજુમાં બેઠા હતા..! બેઠા બેઠા પણ ડોલી રહ્યા હતા. જેનો વિડીયો અને ફોટોગ્રાફ પણ વાઈરલ થયાં છે. આ બનાવ પછી હોબાળો થતાં જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિત અનેક આગેવાનો આ પ્રસંગે હાજર હતા. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. આ પ્રસંગે નિમિષાબેન સુથાર જ્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તે સમયે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનું રાજીનામું લઈ લેવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સંસ્કારી પાર્ટી ભાજપા સાથે સંલગ્ન આગેવાનો શરાબ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં. તો અનેક આગેવાનો અન્ય કોઈ રીતે શરાબકાંડમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભાજપના મંગેશને ભીલાડની ભીડજ પોલીસે પિધેલી હાલતમાં પકડ્યા હતા. વડોદરા બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ કલેક્ટરને એક આવેદન પાઠવી ગુજરાન ચલાવવા દારૂ વેચવાનો ધંધો કરવા જણાવ્યુ હતુ. મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. અમરેલીમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા ત્યારે ભાજપના મહામંત્રી ઝડપાયા હતા. ભાજપના કોર્પોરેટરનો પુત્ર રાજુ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તેની સામે પ્રોહીબીશન ધારા મુજબ ફરિયાદ થઈ હતી. ધારાસભ્યએ દારૂ પીવાનું બંધ નહીં પણ ઓછું કરો. તેવું નિવેદન આપ્યુ હતુ. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ગોધરા ખાતે કહ્યું હતું કે વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી. ગુજરાતમાં દારૂબંધી છે પણ કાગળ ઉપર છે. વધુમાં તેમણે કહ્યું હતુ કે મારો પુત્ર બુલટેગર છે. ભરૂચના સાંસદ શહેરની પુર્વે આવેલ એક ગામમાંથી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર પડેલી દારૂની પોટલીની કોથળી ઉપાડિ બાજુ પર ફેંકતા તેઓ બોલ્યા હતાઃ પીવો છો તો કોથળી તો બાજુ પર નાંખો..! ટૂંકમાં કહીએ તો ગુજરાતની દારૂબંધી કાગળ ઉપર છે. તેના ઓથા હેઠળ પોલીસ, પોલિટિશ્યન, પ્રેસ અને પ્રશાસન કમાઈ છે. તેનો લાભ લે છે. જ્યારે દંભી દારૂબંધીને કારણે સરકારને અને તેના કારણે રાજ્યની જનતાને વર્ષે હજારો કરોડનું નુકશાન થાય છે. જો ખરા અર્થમાં દારૂબંધી અમલી બનાવવી હોય તો પહેલાં વગદાર લોકો પર કડક થવું પડશે.

રશ્મિકાંત વસાવાનું રાજીનામું લઈ લેવાથી શાસકો અને તેને છાવરનારાના પાપ ધોવાવાના નથી. કારણ આજના કલ્ચરના રંગે રંગાયેલા સમાજમાં કેટલાં આગેવાનો, મીડિયાકર્મી, પ્રશાસક અને મોટા માથાઓ લાયસ્ન્સ કે વગર લાયસ્ન્સ ધરાવ્યે દારૂ પીયે છે તેની યાદી બનાવીએ તો લિસ્ટ બહું લાબું બનશે. તો બીજી તરફ એ પણ તપાસ કરવી પડશે, આવા કેટલાં મહાનુભાવો ઝડપાયા..? અને ઝડપાયા તો કેટલાને સજા થઈ..? કેટલાં સામે પક્ષે પગલાં લીધા..? કેટલો સમય માટે..? બાકી રશ્મિકાંત વસાવાનું રાજીનામું હાલ તો કીડીને કોશનો ડામ અને મગરમ્ચ્છોને લીલા-લ્હેર ભાસે છે. કારણ આ કાંડ પછી એકવાત તો સાબિત થઈ કે છોટાઉદેપુર સહિત રાજ્યમાં બધે દારૂ વેચાય છે. કેટલા ઉચ્ચ અધિકારિ સામે પગલાં લેવાયા..?  લેવાશે ખરા..?

No comments