we



ત્રણ ટર્મ પછી પાર્ટીએ ટિકિટ ન આપી તોય દુશ્યંત પટેલે ખાનદાની નિભાવી; આને કહેવાય રોયલ બ્લડ

 એકવાર ધારાસભ્ય બન્યાં પછી આજીવન ધારાસભ્ય બન્યાં રહેવાની ખેવના દરેકની હોય, પણ કૂટનીતિ અને વર્તમાન સ્થિતિને આધીન થઈ પક્ષ ઉમેદવાર બદલે ત્યારે ભલભલાંની કમાન છટકે પાર્ટી અને નવા ઉમેદવાર માટે અનેકરીતે અપશબ્દ પ્રયોજાય છે. કયારેક તો બળવો કરી ઉમેદવારી પણ કરાઈ છે તો કયારેક સાથે રહી તેને હરાવવાની પછાડવાની નીતિરીતિ પણ અપનાવાય છે.


ર૦૦૭થી ભરૂચના ધારાસભ્ય રહેલ અને લોકચાહના મેળવનાર ધારાસભ્ય દુશ્યંત પટેલને ત્રણ ટર્મ પછી પાર્ટીએ ટિકિટ ન આપી. કેમ..
? તેનું કોઈ સબળ કારણ પક્ષ પાસે નથી. હોય તો આપે. છતાંય તત્કાલિન ધારાસભ્ય એ ઉમેદવાર અને પક્ષના આગેવાનોનું ભાવભર્યુ સ્વાગત કરી ખાનદાનીના દર્શન કરાવ્યા. આને કહેવાય રોયલ બલ્ડ. આટલું જ નહીં મીડિયા સમક્ષ પક્ષના આદેશને માથે ચઢાવતું નિવેદન કરી પક્ષ જે કોઈ જવાબદારી સોંપશે તેને નિભાવવાની નેમ સાથે જિલ્લાની પાંચેય બેઠક પક્ષ જંગી બહુમતીથી જીતે તેવાં પ્નયાસો આદરવાની કટીબદ્ધતા દર્શાવી.

અને આ રહી આપણી ફિલ્મની લિંક

Click to watch film



સમાજ જીવન અને રાજકીય મંચ ઉપર સાલસ નેતાની છબી ધરાવતા આ નેતા માત્ર શારીરીક રીતે જ નહીં પણ આત્મીય રીતે પણ મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા. કદાચ પક્ષે મોટી જવાબદારી આપવાનું વિચારી આવો નર્ણયિ લીધો હશે.

No comments